હું અને મારા અનુભવો
INDIAN INSTITUTE OF TEACHER EDUCATION
Subject: Reflective Reading
Name: Parmar Krupa J.
Method: English
B.ed SEM-1
Roll number: 16
Topic: મારા અનુભવો
Submitted to : Jagrutiben bhatt
હું અને મારા અનુભવો
મે મારી કોલેજ 2017 માં પૂરી કરી. ત્યારનો મારો અનુભવ કઈક અલગ જ હતો. મે કોલેજ પૂરી કરી પછી મે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ માં એડમીશન લીધું ત્યારબાદ મારી આખી જીંદગી નો બદલાવ થઈ ગયો. કારણ કે ડિપાર્ટમેન્ટ માં પગ મૂકતા ની સાથે જીવન માં બદલાવ થઇ ગયો.
M.A. માં એડમીશન લીધું ત્યારે કંઇક અલગ જ દુનિયા હોઈ એવું લાગ્યું. લીલાછમ વૃક્ષો ની વચ્ચે ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ની ઈમારત સાથે જ પહેલા દિવસે જવાનો આનંદ, નવા મિત્રો સાથે ઓળખાણ, નવા શિક્ષકો સાથે મેળાપ. આ બધા અનુભવ રોમાંચક હતા.
ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ ના H.O.D. એટલે દિલીપ બારડ સર જેમને જોતા જ તેમની પર્સનાલિટી ઉભરી આવે. તેઓ એકદમ સૌમ્ય અને શાંત સ્વભાવ ના પરંતુ પોતાના સમયસર કામ કરવાના નિયમ સાથે તેઓ ચુસ્ત હતા.
સાથે સાથે ત્યાં ઘણાબધા નવા મિત્રો મળ્યા, નવા અનુભવો મળ્યા. તેમાં રોજ જતા ની સાથે બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડેઇલી શેડુઅલ યોજતું જેમાં પ્રાથના, ન્યૂઝ રીડિંગ, જોક્સ, પોતપોતાના અનુભવો વગેરે કહેવાનો મોકો મળતો.
ડિપાર્ટમેન્ટ માં ભણતા પહેલા મોબાઈલ અને કોમ્પ્યુટર ( લેપટોપ) નું નામ આવે એટલે એટલું જ થતું કે તેમનો ઉપયોગ ફક્ત ગેમ રમવા, પિક્ચર જોવા, ચેટિંગ માટે થતો, પરંતુ ડિપાર્ટમેન્ટ માં આવ્યા બાદ મોબાઈલ અને કોમ્પ્યુટર નું એક અલગ જ સ્વરૂપ સામે આવ્યું.
અમારે ત્યાં ભણવાનું, પ્રેઝન્ટેશન અને અસાઈમેન્ટ બધું જ મોબાઈલ અથવા કોમ્પ્યુટર દ્વારા થતું. તેમાં પણ ppt બનાવી તે અપલોડ કરવાની, બ્લોગ બનાવવા વગેરે. અનુભવ નવા હતા અને થોડા અઘરા પણ લાગ્યા. અને સાથે ટેસ્ટ પણ ઓનલાઇન જ આપવાની. આ બધા નિયમો સાથે ડિપાર્ટમેન્ટ માં રેહતા શીખી લીધું અને બધું આસાન થઈ ગયું.
આમ, થોડી નવરાશ ની પળો માં લીલાછમ વૃક્ષો વચ્ચે કે પાછળ આવેલા તળાવ પર બેસી ને વાતો અને નાસ્તો કરતા 2 વર્ષ ક્યાં પસાર થઇ ગયા ખબર જ ન પડી.અને સાથે સાથે નાના મોટા અનુભવો સાથે ત્યાંથી વિદાય લીધી.
Comments
Post a Comment